જો તમારા મોબાઈલમાં આ એપ છે તો તેને અત્યારે જ ડિલીટ કરો, નહીંતર તમારો પર્સનલ ડેટા લીક થઈ જશે.
જો તમે પણ એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો સાવધાન થઈ જજો. સિક્યોરિટી રિસર્ચરે માલવેર ઈન્ફેક્ટેડ ફાઈનાન્સ એપ્લિકેશન વિશે જાણકારી મેળવી છે. અનેક સ્માર્ટફોનમાં આ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જો તમારા ફોનમાં પણ આ એપ્લિકેશન હોય તો ડિલીટ કરી દેજો.
એપ્પલ અને ગૂગલની ઈકોસિસ્ટમ ખૂબ જ અલગ છે. એપ્પલ લિમિટેડ એક્સેસની સાથે એક ક્લોઝ્ડ સિસ્ટમ પર ફોકસ કરે છે, ગૂગલ વધુ ઓપ્શન આપે છે જેમાં રિસ્ક રહે છે. આ પ્રકારની એપ્લિકેશન યૂઝર ડેટા માટે જોખમ તરીકે કામ કરે છે.
આ પ્રકારની ફાઈનાન્સ એપ્લિકેશન તાત્કાલિક લોન આપવાનો વાયદો કરે છે, અને ડેટા ચોરી કરી લે છે. ગૂગલે અનેક એપ્લિકેશન ડિલીટ કરી છે, પરંતુ આ એપ્લિકેશન રિમૂવ કરતા પહેલા 12 મિલિયનથી વધુ લોકોએ આ એપ ઈન્સ્ટોલ કરી છે. જે યૂઝર્સે આ એપ ડાઉનલોડ કરી છે, તેઓ આ એપલ ડિલીટ કરે તેમ છતાં સાવચેત રહેવું.
PhoneArenaએ આ પ્રકારની રિસ્કી એપ્લિકેશનનું લિસ્ટ જાહેર કર્યું છે, જો તમારા ફોનમાં પણ આ એપ્લિકેશન હોય તો તાત્કાલિક ડિલીટ કરી દો. પાસકોડ અને વાઈફાઈ પાસવર્ડ પણ બદલી દેવો. બેન્ક એકાઉન્ટ, ડિજિટલ વોલિટ પણ પાસકોડમાં ફેરવી દેવું. કોઈપણ પ્રકારની શંકાસ્પદ એક્ટિવિટી જોવા મળે તો સાવધાન થઈ જવું અને અજાણી લિંક પર ક્લિક ના કરવું.
માલવેર ઈન્ફેક્ટેડ એપ્લિકેશન
1. AA Kredit
2. Gbwhatsapp
3. GuayabaCash
4. EasyCredit
5. Cashwow
6. CrediBus
7. FlashLoan
8. PréstamosCrédito
9. Préstamos De Crédito-YumiCash
10. Go Crédito
11. Instantáneo Préstamo
12. Cartera grande
13. Rápido Crédito
14. Finupp Lending
15. 4S Cash
16. TrueNaira
17. EasyCash