હજી ઠંડીની શરૂઆત નથી થઇ ત્યાં જ રાજ્યમાં પડશે માવઠું ? ગુજરાત હવામાન વિભાગે કરી મોટી આગાહી, કહ્યું આ દિવસોમાં માવઠું….
મિત્રો તમને ખબર જ હશે કે ધીરે ધીરે હવે ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો થતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વહેલી સવાર તથા મોડી રાત્રીના સમય પર ઠંડીમાં વધારો થતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જયારે આપણા રાજ્યના અનેક જિલ્લાઓમાં તો ઠંડીની શરૂઆત પણ થઇ ચુકી છે જયારે અમુક જિલ્લાઓ માં હલકી હલકી ઠંડી પડી રહી છે, એવામાં જો વાત કરવામાં આવે તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં ગુજરાત રાજ્ય પર માવઠું પડી શકે છે, આ વાતને લઈને ખેડૂતો ચિંતિત થઇ ચુક્યા છે કારણ કે શિયાળામાં જો કમોસમી વરસાદ આવશે તો તેઓને ઘણું નુકશાન થઇ શકે છે, અનેક એહવાલો તથા ન્યુઝ રિપોર્ટને આધારે જાણવા મળ્યું છે કે આવનારી 24 થી 28 તારીખ સુધીમાં રાજ્યમાં વરસાદ પડી શકે છે.
એટલું જ નહીં હવામાન વિભાગે ખાસ આગાહી કરતા પણ આગળ જણાવ્યું હતું કે આવનારી તારીખ 25 તથા 26 નવેમ્બર આમ કુલ બે દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગે ક્યાં ક્યાં વિસ્તારમાં આ અસર થશે તે અંગેની પણ માહિતી પુરી પાડી હતી જેમાં તેઓએ આશઁકા વ્યક્ત કરતા કહ્યું હતું કે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના સુરત,વલસાડ, નવસારી,વડોદરા,આણંદ,છોટા ઉદેયપુર, પંચમહાલ તથા નર્મદા,તાપી,ભરૂચ તથા ડાંગ જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે જયારે સૌરાષ્ટ્રના ભાવનગર,જૂનાગઢ,અમરેલી ગીર સોમનાથ જેવા વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.