વડોદરા શહેરમાં શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગાયોને આવી ધોમધખતી ગરમીમાં ઠંડો કેરીનો રસ પીવડાવામાં આવ્યો!! વિડીયો જોઈ દિલ ખુશ થઈ જશે…
આ જગતમાં ‘સેવા પરમો ધર્મ’ ને સાર્થક કરવું દરેક વ્યક્તિનું કર્તવ્ય છે. આપણે જાણીએ છે કે, આજના સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ સેવાકાર્ય કરે છે. હાલમાં જ વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન ખુબ જ સરહાનીય કાર્ય કરવામાં આવ્યું છે, આ કાર્યના કારણે ચારો તરફ તેમના વખાણ થઇ રહ્યા છે. આ કાર્ય થકી આપણે સૌ કોઈને એ શીખ મળે છે કે, આ જગતમાં સર્વે જીવો એક જ સમાન છે. માણસ જાત હોય કે પછી અન્ય જીવો! ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ.
આવી કપરી ગરમીમાં માણસ સહીત અબોલ, મુંગા અને નિરાધાર પશુ-પ્રાણીઓ અને પક્ષીઓ પણ હેરાન થાય છે અને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે, જેથી આવી આકરી ગરમીમાં શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળમાં રખાયેલા પશુઓને ડાઇનિંગ ટેબલ પર કેરીનો રસ પીરસવામાં આવ્યો હતો. સૌથી ખાસ વાત એ છે કે, પહેલીવાર જ આ કાર્ય કરવામાં આવ્યું અને આ રસ પીને ગાયોના ચહેરા પર સુખદભાવ જોવા મળ્યો.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર પાંજરાપોળમાં ગાય સહિત 2 હજાર જેટલા પશુઓ રહે છે, જેથી આવી ગરમીમાં ગાયોને ગુણવત્તાયુક્ત કેરીનો રસ જમાડવામાં માટે 15 દિવસથી તૈયારી કરવામાં આવી અને તાજો જ કેરીનો રસ કઢાવવામાં આવ્યો હતો અને વડોદરાથી શુદ્ધ અને તાજો 500 કિલો રસ કરજણ લઈ જવામાં આવ્યો અને આ રસ ગાયોને પરીસવામાં આવ્યો
View this post on Instagram