ગુજરાતમનોરંજન

દેશ વિદેશમાં પોતાના સંગીતના દીવાના બનાવતા ગીતાબેન રબારી પોહચ્યાં નાથદ્વાર! આ ખાસ તસવીરો કરી શેર…

ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી એ પોતાના સોશિયલ મીડિયા પર ખાસ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારીએ ગુજરાતી સાડીમાં ખૂબ જ સુંદર ફોટોશૂટ કરાવ્યું છે, આ ફોટોશૂટ માં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારી ખૂબ જ મનમોહક લાગી રહ્યાં છે, આ તસવીરો જોઈને સૌ કોઈ ગીતાબેન રબારીની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. ખરેખર ગીતાબેન હમેશાં પરંપરાગત વસ્ત્રો જ પહેરે છે.

હાલમાં જ ગીતાબેન રબારી એ પેરિસમાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી હતી, ત્યારે પણ વિદેશની ધરતી પર ગીતાબેન રબારીએ કચ્છી પહેરવેશ પહેરીને લોકોનુ દિલ જીતી લીધું હતું. ખરેખર ગીતાબેન રબારી જ્યાં પણ આપણી સંસ્કૃતિને પીરસે છે, ત્યારે તેમનો પહેવેશ ખૂબ જ સુદંર અને મનમોહક હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર સૌ કોઈ ગીતાબેન રબારીના લૂકના વખાણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ગીતાબેન રબારીએ નાથદ્વાર ખાતે શ્રીનાથજીના સાનિધ્યમાં ભજન અને કીર્તિનની રમઝટ બોલાવી હતી અને આ કાર્યક્રમની ખાસ તસવીરો શેર કરી છે. તમને ગીતાબેન રબારીના આઉટફીટ અને તેમના લુક ખુબ જ ફેશનેબલ હોય છે અને ખાસ તો પરંપરાગત વસ્ત્રો અને દેશી પહેરવેશ વધુ પ્રમાણમાં પહેરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *