આવી ભૂલો વારંવાર કરી રહ્યાં છે તો ક્યારેય નહીં ટકે તમારા ઘરમાં પૈસા, હંમેશા રહેશે નાણાની તંગી
ઘણીવાર આપણે ખૂબ કમાણી કરીએ છીએ, છતાં પૈસા ટકતા નથી. લોકો હંમેશા આ વાતનો અનુભવ જરૂર કરીએ છે કે મહેનતથી કમાયેલા પૈસા વધું ખર્ચ થવા લાગે છે. આ ઉડાઉ ખર્ચ, કોઈને ઉધાર આપવા અથવા પછી બીમારીઓની સારવાર થવા આ ખર્ચ ખૂબ વધી જતા હોય છે. #નાણા
આ ઉપરાંત ઘરમાં શાંતિની જગ્યાએ અશાંતિ, લડાય, ઝઘડા અને નકારાત્મકતા હાવી થવા લાગે છે. તેમજ બનેલા કામ પણ બગડવા લાગે છે અને દર એક કામમાં અસફળતા જ હાથમાં આવે છે. વાસ્તુના જાણકાર રચના મિશ્રા અનુસાર, વાસ્તુશાસ્ત્રમાં આવી ઘટનાઓ વધી જવા પાછળ, તમારૂ ઘર અને આજુબાજુ ફેલાયેલી નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષના કારણ માનવામાં આવે છે. આ વાસ્તુદોષોના કારણ જ ઘણીવાર પૈસા નથી ટકી શકતા. તો આવો જાણીએ તેમના કારણ…
વાસ્તુમાં સુકા છોડ હતાશાનું પ્રતીક ગણાય છે, પ્રગતિમાં બાધા બને છે. જો તમે તમારા આંગણુમાં છોડ લગાવીને રાખો છો તેમની યોગ્ય જાળવણી રાખો.
ઘરમાં સતત પાણીના બર્બાદ થવી, જેમ કે ઘરની ટાંકીઓથી બિનજરૂરી પાણી વહેવું, નળમાંથી સતત પાણી ટપકવું વાસ્તુમાં અશુભ માનવામાં આવે છે. આથી ચંદ્રમા નબળા પડે છે. જેના લીધે ધન હાનિ અને આરોગ્યને લગતી પરેશાનીઓ આવે છે.
ઘરના બિલકુલ સામે કોઈ પણ વૃક્ષ, લાઈટનો થાંભલો અથવા મોટો પથ્થર ન રાખવો જોઈએ. આ હંમેશા ધન હાનિ અને નકારાત્મક શક્તિ ફેલાવે છે.
ઘર પર રાખેલી ઘડિયાળ કયારેક બંધ ન થવી જોઈએ. તેમનાથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે અને કોઈપણ કાર્યમાં સફળતા મોડે મળે છે.
ઘરનો મુખ્ય દરવાજો હંમેશા ચોખો અને સુંદર રાખવો જોઈએ. સાંજના સમય આ સ્થાન પર હંમેશા પ્રકાશ હોવો જોઈએ. અહી અધારૂ રાખવું અશુભ માનવામાં આવે છે.
રસોઈઘરને સામે અથવા બાજુમાં બાથરૂમ ન હોવું જોઈએ. આ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ બને છે, રસોડામાં પહોચનારી નકારાત્મક શક્તિ તમારા આખા પરિવારને પરેશાન કરી નાંખે છે.
બાથરૂમ અને રસોઈના પાણીના ગાળાની પાઈપ ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વમાં હોવું વાસ્તુ અનુસાર શુભ માનવામાં આવે છે.